ચિત્રા GIDCમાં જે.કે. ટાયર્સના ગોડાઉનમાં ભીષણ આગ:4 થી 5 ફાયર ફાઈટરો દ્વારા આગ ઓલવવા ભારે જહેમત
ચિત્રા GIDCમાં જે.કે. ટાયર્સના ગોડાઉનમાં ભીષણ આગ:4 થી 5 ફાયર ફાઈટરો દ્વારા આગ ઓલવવા ભારે જહેમત
Published on: 21st February, 2026

ભાવનગર શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા ચિત્રા જીઆઈડીસી (GIDC) માં આજે વહેલી સવારે આગની ઘટના સામે આવી છે જેમાં આવેલ જે.કે. ટાયર્સના એકમમાં અચાનક વિકરાળ આગ લાગી હતી તાત્કાલિક ફાયરબ્રિગેડ ને જાણ કરતા કાફલો તાત્કાલિક આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી રહી છે, આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના ચિત્રા GIDC વિસ્તારમાં આજે વહેલી સવારે એક ટાયરના એકમ માં વિકરાળ આગનો બનાવ સામે આવ્યો છે, આગ એટલી વિકરાળ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, આ આગ ની જાણ તાત્કાલિક ફાયર વિભાગ ને કરતા ફાયરબ્રિગેડ ના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, આ આગ એટલી વિકરાળ હતી કે આગ ના ગોટ ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા, જે.કે. ટાયર્સ ચિત્રા જીઆઈડીસી ભાવનગરના એકમ માં ટાયરોનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, ​આગ લાગવાની જાણ થતા જ ભાવનગર ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો ​અત્યાર સુધીમાં આશરે 4 થી 5 ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો છટકાવ કરવામાં આવી રહ્યો છે, આગ પર કાબુ મેળવવા નો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, ​ટાયરના કારણે આગ કાબુમાં લેવી મુશ્કેલ બની રહી છે, જેથી લાંબા સમયની જહેમત બાદ પણ આગ હજુ સુધી પૂર્ણપણે કાબુમાં આવી નથી,​હાલમાં પણ ફાયર વિભાગના જવાનો દ્વારા આગને ઓલવવાની કામગીરી કરી રહ્યા છે,​સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ મોટાપાયે આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.