કચ્છ: પધ્ધરમાં 4 કરોડના દારૂ કેસમાં રેન્જ આઈજીની કાર્યવાહી, PI અને PSI સહિત 5 પોલીસકર્મી સસ્પેન્ડ.
કચ્છ: પધ્ધરમાં 4 કરોડના દારૂ કેસમાં રેન્જ આઈજીની કાર્યવાહી, PI અને PSI સહિત 5 પોલીસકર્મી સસ્પેન્ડ.
Published on: 21st February, 2026

કચ્છના પધ્ધરમાં SMC દ્વારા 4 કરોડના દારૂના દરોડા બાદ રેન્જ આઈજીની લાલ આંખ, પધ્ધર PI અને PSI સહિત પાંચ પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી ગૃહ વિભાગ અને પોલીસ વડાની સૂચનાથી થઈ છે. LCBના PI અને PSIની બદલી પણ કરવામાં આવી છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.