ડભોઈ પાસે નોવોસીસ ગ્રીન ટેકનોલોજી કંપનીનું ઝેરી કેમિકલ ઠાલવતા ગુનો દાખલ
ડભોઈ પાસે નોવોસીસ ગ્રીન ટેકનોલોજી કંપનીનું ઝેરી કેમિકલ ઠાલવતા ગુનો દાખલ
Published on: 08th October, 2026

વડોદરા જિલ્લાના ડભોઈ નજીક વેગા અને પલાસવાડા ગામ પાસે ઝેરી કેમિકલના થેલા ફેંકી પર્યાવરણ અને જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડવાના કૃત્યનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્ર પાસિંગના ત્રણ કન્ટેનરોના ચાલકો અને પાદરા તાલુકાની નોવોસિસ ગ્રીન ટેકનોલોજી કંપનીના સંચાલક સામે ગુનો નોંધાયો છે. એક કન્ટેનર ચાલકે કબૂલાત કરી કે કંપનીમાંથી વધેલું કાળા રંગનું કેમિકલ તેણે રોડની બાજુમાં ફેંકી દીધું હતું. FSL રિપોર્ટમાં કેમિકલ હેઝાર્ડસ વેસ્ટ હોવાનું જણાયું છે, જેના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.