પત્ની, પુત્રી, પુત્રના હત્યારા શૈલેષ ખાંભલા વિરુદ્ધ ચાર્જશીટ: ઘટનાના 85 દિવસે 1500 પુરાવા સાથે કોર્ટમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ.
પત્ની, પુત્રી, પુત્રના હત્યારા શૈલેષ ખાંભલા વિરુદ્ધ ચાર્જશીટ: ઘટનાના 85 દિવસે 1500 પુરાવા સાથે કોર્ટમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ.
Published on: 13th February, 2026

ACF શૈલેષ ખાંભલાએ પત્ની, દીકરી અને દીકરાને મોતને ઘાટ ઉતારી દફનાવ્યા. ગુમની ફરિયાદ બાદ પોલીસે તપાસમાં મૃતદેહો શોધી કાઢ્યા. SIT દ્વારા CCTV footage, FSL report અને પુરાવા એકત્ર કરી શૈલેષ ખાંભલા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ, કડક સજા માટે સ્પેશિયલ પીપીની માંગ કરાઈ. 90 લોકોના નિવેદનો લેવાયા. ભાવનગરમાં બનેલી આ ઘટનાના 85 દિવસ બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું.