અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા ધોળકા રોડ પર ₹1.04 કરોડના પોસ ડોડા સાથેના શખસની ધરપકડ
અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા ધોળકા રોડ પર ₹1.04 કરોડના પોસ ડોડા સાથેના શખસની ધરપકડ
Published on: 09th October, 2026

અમદાવાદ ગ્રામ્ય SOG ટીમે ધોળકા રોડ પર બાતમીના આધારે વોચ ગોઠવી એક ટ્રકમાંથી 700 કિલો પોસ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ₹1.04 કરોડથી વધુ છે. પોલીસે ₹20 લાખનો ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1.54 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો મધ્ય પ્રદેશથી કચ્છ લઈ જવાતો હતો. પોલીસે ટ્રકના માલિક ભેરારામ રામારામ તરડ (રહે. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે અને આંતરરાજ્ય નશાના કારોબારના નેટવર્કને ઉજાગર કરવા તપાસ હાથ ધરી છે.