અમદાવાદમાં ડબલ વળતરની લાલચ અને UPI ફ્રોડ
અમદાવાદમાં ડબલ વળતરની લાલચ અને UPI ફ્રોડ
Published on: 30th July, 2026

અમદાવાદ શહેરમાં છેતરપિંડીની બે અલગ-અલગ ઘટનાઓમાં વૃદ્ધ અને ખેડૂત કુલ ૨૧.૮૫ લાખ રૂપિયા ગુમાવી બેઠા છે. નારણપુરાના ૮૫ વર્ષીય નિવૃત્ત વૃદ્ધને ડબલ વળતરની લાલચ આપી મુંબઈના ઠગોએ ૧૫ લાખ રૂપિયા પડાવી લીધા. તેમણે સોનું ગીરવે મૂકી લોન લીધી હતી. બીજી તરફ, દસ્ક્રોઈના એક ખેડૂતના બેન્ક ખાતામાંથી, જેઓ UPI વાપરતા જ નથી, સાયબર માફિયાઓએ ૬.૮૫ લાખ રૂપિયા ઉપાડી લીધા. આ બંને બનાવો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.