ટ્રાવેલ્સ બસમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રાવેલ્સ બસમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
Published on: 30th July, 2026

બાલાજી ટ્રાવેલ્સની બસમાંથી 444 બોટલ દારૂ ઝડપાયો છે. માલધારી સોસાયટીનો રિસીવર ડિલિવરી લેવા આવતા જ LCB ઝોન-1 ટીમે કાર્યવાહી કરી. અગાઉ બે ખેપ માર્યાની કબૂલાત કરી છે. પોલીસે કુલ રૂ. 15.99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી રાજકોટ પોલીસ કમિશનરની સૂચના અનુસંધાને કરવામાં આવી હતી. ચાર આરોપીઓ મધ્યપ્રદેશથી પેસેન્જરની આડમાં દારૂની ખેપ મારતા હતા.