સુરત વરિયાવમાં ખાડી પુલનું ધોવાણ છતાં જોખમી અવરજવર
સુરત વરિયાવમાં ખાડી પુલનું ધોવાણ છતાં જોખમી અવરજવર
Published on: 30th July, 2026

સુરતના વરિયાવ-છાપરાભાઠા વિસ્તારમાં ભારે વરસાદ બાદ જર્જરિત બનેલા કલવર્ટ પુલ પરથી ફરી વાહનવ્યવહાર શરૂ થતાં અકસ્માતની ભીતિ વધી છે. પાલિકાએ અગાઉ બેરિકેડ લગાવી અવરજવર બંધ કરી હતી, પરંતુ બાદમાં બેરિકેડ હટાવી દેવામાં આવ્યા હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો આ પુલનો ઉપયોગ કરતા હોવાથી સ્થાનિકોએ નવો બ્રિજ તૈયાર ન થાય ત્યાં સુધી હાલના પુલને સંપૂર્ણ બંધ રાખી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.