અમદાવાદના બોપલમાં 'પોલીસ' લખેલી કારે 6 વાહનોને ટક્કર મારી
અમદાવાદના બોપલમાં 'પોલીસ' લખેલી કારે 6 વાહનોને ટક્કર મારી
Published on: 14th September, 2026

અમદાવાદના બોપલ વિસ્તારમાં 'પોલીસ' લખેલી પ્લેટ ધરાવતી કારે નશાની હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરી 6 વાહનોને ટક્કર મારી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનામાં બે ફોર-વ્હીલર અને ચાર ટુ-વ્હીલરને નુકસાન થયું. બોપલ પોલીસે કારચાલક પ્રદ્યુમનસિંહ વાઘેલાની અટકાયત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાર પર 'પોલીસ' લખેલું હોવા છતાં પોલીસ ફરિયાદમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ ન થતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.