ગુજરાતમાં ૨૪ કલાકમાં ૨૪૦ તાલુકામાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં ૨૪ કલાકમાં ૨૪૦ તાલુકામાં ધોધમાર વરસાદ
Published on: 14th September, 2026

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે, જેના પગલે રાજ્યના ૨૪૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ ૪.૪૫ ઇંચ (૧૧૩ મીમી) વરસાદ વરસ્યો છે. ભરૂચના વાલિયામાં ૩.૮૨ ઇંચ, જ્યારે નવસારી, મહેસાણા, બોટાદ, સુરત, સુરેન્દ્રનગર, નર્મદા, અમદાવાદ, ખેડા અને આણંદ જેવા વિસ્તારોમાં પણ ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજ અને ખેડા તાલુકામાં ૨.૫૬ ઇંચ વરસાદ થયો છે.