અમદાવાદમાં ધોધમાર વરસાદ
અમદાવાદમાં ધોધમાર વરસાદ
Published on: 14th September, 2026

અમદાવાદમાં 12મી સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધે જતા લોકોને મુશ્કેલી પડી રહી છે. આજે વહેલી સવારથી સમગ્ર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં હંસપુરામાં 2.93 ઈંચ અને મોટેરામાં 2.76 ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરનો સિઝનનો સરેરાશ વરસાદ 27.46 ઈંચ થયો છે, જે છેલ્લા 5 વર્ષની સિઝન સરેરાશના 76.28 ટકા છે.