લો, બોલો! ગુજરાતમાં પોલીસ પણ 'ઓન પેમેન્ટ' ભાડે મળે!
લો, બોલો! ગુજરાતમાં પોલીસ પણ 'ઓન પેમેન્ટ' ભાડે મળે!
Published on: 14th September, 2026

રાજ્યમાં 'પોલીસ સેવા, સુરક્ષા અને શાંતિ' ના સૂત્રને બદલે હવે 'ભાડું' શબ્દ ઉમેરાયો છે. સામાન્ય જનતાને સ્ટાફની અછતનું બહાનું બતાવી પોલીસ પ્રોટેક્શન ન આપતી સરકાર, ખાનગી કંપનીઓ માટે 'ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્ત નીતિ' હેઠળ પોલીસ જવાનોને ભાડે મોકલી રહી છે. આ નીતિ હેઠળ, સરકાર ખાનગી પક્ષકારો પાસેથી કરોડો રૂપિયાની વસૂલાતમાં પણ નિષ્ફળ રહી છે, જેમાં માત્ર કચ્છ અને સુરેન્દ્રનગરમાં જ 2.59 કરોડથી વધુની રકમ બાકી છે. આ પરિસ્થિતિ સામાન્ય નાગરિકોના રક્ષણ સામે પ્રશ્નાર્થ સર્જે છે.