અમદાવાદના વટવામાંથી મહારાષ્ટ્રના યુવક પાસેથી 10.11 લાખનો ગાંજો ઝડપાયો
અમદાવાદના વટવામાંથી મહારાષ્ટ્રના યુવક પાસેથી 10.11 લાખનો ગાંજો ઝડપાયો
Published on: 13th September, 2026

અમદાવાદના વટવા વિસ્તારમાંથી પોલીસે 10.11 લાખ રૂપિયાની કિંમતના 20.220 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રના એક યુવકની અટકાયત કરી છે. માત્ર 10 હજાર રૂપિયાની લાલચમાં ગાંજાની ડિલિવરી કરવા નીકળેલા આ યુવકને વટવા પોલીસે રોપડા ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધો હતો. 10 પાર્સલમાં 20.220 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી નાઝીમ આશરે એક વર્ષ પહેલાં સુરતની એક કંપનીમાં નોકરી કરતો હતો. છેલ્લા એક મહિનાથી નાઝીમ આર્થિક સંકટમાં હોવાથી તેને ગાંજાની હેરફેરના ગેરકાયદે કામમાં ધકેલવામાં આવ્યો હતો.