અમદાવાદના ઇસ્કોન ક્રોસ રોડ પર AMTS-BRTS બસ ડ્રાઇવરો વચ્ચે માથાકૂટ
અમદાવાદના ઇસ્કોન ક્રોસ રોડ પર AMTS-BRTS બસ ડ્રાઇવરો વચ્ચે માથાકૂટ
Published on: 13th September, 2026

અમદાવાદના ઇસ્કોન ક્રોસ રોડ પર AMTS અને BRTS બસના ડ્રાઇવરો વચ્ચે થયેલી માથાકૂટને કારણે જાહેર પરિવહન સેવા થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી. BRTS કોરિડોરમાં AMTS બસ ડ્રાઇવર દ્વારા રોંગ સાઇડમાં ઓવરટેક કરવાના પ્રયાસથી BRTS ડ્રાઇવરો ઉશ્કેરાયા હતા. આ ઘટનાને પગલે ટ્રાફિક જામ થયો હતો અને મુસાફરોને પણ મુશ્કેલી પડી હતી. AMTS બસને BRTS કોરિડોરમાં મૂકીને ડ્રાઇવર ચાલ્યો જતાં વિવાદ વકર્યો હતો. પોલીસ અને AMTS-અમદાવાદ જનમાર્ગના અધિકારીઓની દરમિયાનગીરી બાદ ટ્રાફિક વ્યવહાર પુન:સ્થાપિત કરાયો હતો. AMTS વિજિલન્સ ટીમ કાર્યવાહી કરશે.