વર્લ્ડ ઉઈધર કોંગ્રેસ દ્વારા ચીન પર માનવ અધિકાર ભંગનો ગંભીર આરોપ
વર્લ્ડ ઉઈધર કોંગ્રેસ દ્વારા ચીન પર માનવ અધિકાર ભંગનો ગંભીર આરોપ
Published on: 12th October, 2026

વર્લ્ડ ઉઈધર કોંગ્રેસ (WUC) એ ચીન દ્વારા ઉઈધર લોકોના માનવ અધિકારોના ભંગ અને બાળકો પર થતા અત્યાચાર સામે આંતરરાષ્ટ્રીય સ્તરે ઝુંબેશ તેજ કરી છે. WUCના ઉપપ્રમુખ ઝૂમરેનેય આરકીને યુ.એન.ની હ્યુમન રાઇટ્સ પરિષદમાં ઝિંગગ્યાંગમાં થતા માનવ અધિકાર ભંગનો મુદ્દો ઉઠાવ્યો હતો. જર્મનીમાં યુરોપિયન પાર્લામેન્ટની બેઠકમાં પણ ચીન દ્વારા ઉઈધર્સ પર થતા અત્યાચારોની કરૂણાંતિકાઓ રજૂ કરાઈ હતી. ઈસ્તંબુલમાં યોજાયેલી ઈન્ટરનેશનલ વીમેન્સ મીટીંગમાં પણ ઉઈધર મહિલાઓની સલામતી અને આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. ૨૮ માનવ અધિકાર સંગઠનોએ આ આરોપોની પુષ્ટિ કરી છે.