વલસાડ નજીક ગોવાડા ચાર રસ્તા પર ગંભીર અકસ્માત
વલસાડ નજીક ગોવાડા ચાર રસ્તા પર ગંભીર અકસ્માત
Published on: 12th October, 2026

વલસાડ તાલુકાના ગોવાડા ચાર રસ્તા પાસે કોસ્ટલ હાઈવે પર શનિવારે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવા જતી એક કેટીએમ મોટરસાઇકલે પહેલા એક મોપેડને પાછળથી ટક્કર મારી હતી, જેમાં મોપેડ સવાર હિતેશભાઈ આહિરે અને તેમની માતા લીલાબેન ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ, મોટરસાઇકલ રોંગ સાઈડ પર જઈ સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કેટીએમ મોટરસાઇકલ ચાલક અમોલ વણઝારાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે મોપેડ સવાર હિતેશભાઈ અને લીલાબેનને ઈજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કારમાં સવાર એક વ્યક્તિને પણ ઈજા થઈ હતી.