રાજકોટના વોર્ડ નં-2ની આરાધના સ્કૂલમાં બુથ કેપ્ચરિંગના પ્રયાસનો આરોપ
રાજકોટના વોર્ડ નં-2ની આરાધના સ્કૂલમાં બુથ કેપ્ચરિંગના પ્રયાસનો આરોપ
Published on: 12th October, 2026

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ-2ની આરાધના સ્કૂલના મતદાન મથક પર બુથ કેપ્ચરિંગનો પ્રયાસ થયો હોવાનો આરોપ છે. કેટલાક લોકોએ CCTV કેમેરા પર રૂમાલ ઢાંકી દીધો હતો, જેના કારણે હોબાળો મચી ગયો હતો. ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર આક્ષેપો કર્યા હતા. આ ઘટના સમયે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર પણ ત્યાં હાજર હતા અને તેમનો પણ વિરોધ થયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જોકે, જિલ્લા પોલીસ અધિક્ષકે તપાસ બાદ આવી કોઈ ઘટના બની ન હોવાનું જણાવ્યું હતું.