પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં ઇમરાન ખાનની પાર્ટી પાસેથી સત્તા છીનવી
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં ઇમરાન ખાનની પાર્ટી પાસેથી સત્તા છીનવી
Published on: 12th October, 2026

પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા વધી રહી છે. રવિવારે, રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ખૈબર પ્રાંતમાં ઇમરાન ખાનની પાર્ટી (PTI) ની સરકારને ભંગ કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું છે. આ નિર્ણય બાદ PTIના તમામ અધિકારો છીનવી લેવાયા છે. વડાપ્રધાન શહબાઝ શરીફની સરકારે દલીલ કરી છે કે ખૈબરમાં આતંકવાદ વધી રહ્યો છે અને PTI સરકાર તેને રોકવામાં નિષ્ફળ રહી છે. આ પગલાં બાદ ખૈબરના મુખ્યમંત્રી સોહૈલ આફ્રિદી સહિત અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. આગામી છ મહિના સુધી પ્રાંતમાં ચૂંટણી નહીં યોજાય અને શાસન રાજ્યપાલના હાથમાં રહેશે. બીજી તરફ, PTI સમર્થકો ઇમરાન ખાનને છોડવાની માંગ સાથે રેલીઓ કરી રહ્યા છે.