કપુરાઈના યુવાને હોટલ મસાજ લાલચમાં ઓનલાઈન છેતરપિંડીથી ₹65,108 ગુમાવ્યા
કપુરાઈના યુવાને હોટલ મસાજ લાલચમાં ઓનલાઈન છેતરપિંડીથી ₹65,108 ગુમાવ્યા
Published on: 12th October, 2026

કપુરાઈના એક ખાનગી કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવે ટેલિગ્રામ પર મસાજ સર્વિસના મેસેજ જોઈ લાલચમાં આવીને ઓનલાઈન ₹65,108 ગુમાવ્યા. અનુષ્કા મહેતા નામની યુવતીએ મસાજની ઓફર આપી અને નીતિન નામના શખ્સે એસ્કોર્ટ એજન્સીના મેનેજર તરીકે ઓળખ આપી, ક્યુઆર કોડ દ્વારા ₹2000 ટ્રાન્સફર કરાવ્યા. ત્યારબાદ ડિપોઝીટ, વેરિફિકેશન અને સિક્યુરિટીના નામે કુલ ₹65,108 પડાવી લીધા. છેતરપિંડીનો અહેસાસ થતાં યુવાને વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, કરજણ તાલુકામાં પણ એક વ્યક્તિએ લિંક ઓપન કરતાં ₹89,998 ગુમાવ્યા હતા.