વડોદરાના સોનીએ મુંબઈના વેપારીનું 5 કિલો સોનું લઈને ફરાર
વડોદરાના સોનીએ મુંબઈના વેપારીનું 5 કિલો સોનું લઈને ફરાર
Published on: 12th October, 2026

વડોદરાના વાઘોડિયા રોડ પર અંબિકા જ્વેલર્સના માલિક ભાવિક સોનીએ મુંબઈના વેપારી હિમાંશુ જૈનને મોટા પાયે જ્વેલરી શો રૂમ ખોલવાની લાલચ આપી. વેપારી પાસેથી દાગીના બનાવવા માટે અઢી કિલો સોનું લીધા બાદ, ફરીથી અઢી કિલો સોનું લઈને વડોદરા આવ્યા હતા. જમવાના બહાને વેપારીને બહાર લઈ જઈ, ભાવિક સોનીના સાગરીતે દુકાનમાં રહેલી પાંચ કિલો સોનાની બેગ લઈને ફરાર થઈ ગયો. આ ઘટના બાદ ભાવિક સોની પણ ગાયબ થઈ ગયો. બાપોદ પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.