વાપીથી પંજાબના પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર મેડ સંધુ હત્યા કેસના 3 વોન્ટેડ આરોપી ઝડપાયા
વાપીથી પંજાબના પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર મેડ સંધુ હત્યા કેસના 3 વોન્ટેડ આરોપી ઝડપાયા
Published on: 12th October, 2026

અમૃતસરના પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર મધુસુદાન સિંહ ઉર્ફે મેડ સંધુની હત્યાના ત્રણ વોન્ટેડ આરોપીઓને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા વાપીથી ઝડપી પાડવામાં આવ્યા છે. પંજાબ પોલીસની સીઆઈએ શાખા પાસેથી મળેલી બાતમીના આધારે ATS અને SOGની ટીમોએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. આ આરોપીઓ 3 ઓક્ટોબર, 2026ના રોજ અમૃતસરમાં થયેલી હત્યામાં સામેલ હતા. પકડાયેલા આરોપીઓમાં હરવિમરનજીત સિંહ, ફ્તેહ સિંહ અને અરમાન સિંહનો સમાવેશ થાય છે, જેઓ પંજાબના તરનતારન જિલ્લાના વતની છે. ATS દ્વારા તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.