હુતી વિદ્રોહીઓનો સઉદી અરબ પર ફરી હુમલો
હુતી વિદ્રોહીઓનો સઉદી અરબ પર ફરી હુમલો
Published on: 12th October, 2026

યમન સ્થિત ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓએ ફરી એકવાર સઉદી અરબના રિયાદ સ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલામાં અમેરિકન નાગરિક સહિત કુલ ૧૨ લોકોના મોત થયા છે અને ૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલા બાદ રન-વે ક્ષતિગ્રસ્ત થતાં તમામ ઉડ્ડયનો અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવાયા છે. છેલ્લા ૨૦ દિવસમાં આ ચોથીવાર રિયાદ પર હુમલો થયો છે, જેની જવાબદારી હુતીઓએ લીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ હુમલાની ઉગ્ર ટીકા કરી છે.