બદામ ગેંગના આરોપી મોહસીનને ઝડપ્યા બાદ ફરાર થતાં ASI સહિત 4 રેલવે પોલીસ સસ્પેન્ડ
બદામ ગેંગના આરોપી મોહસીનને ઝડપ્યા બાદ ફરાર થતાં ASI સહિત 4 રેલવે પોલીસ સસ્પેન્ડ
Published on: 12th October, 2026

ગોધરા ખાતે બદામ ગેંગના આરોપી મોહસીનને નશો કરવાની આદત હોવાથી પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે, સયાજી હોસ્પિટલમાંથી ફરાર થયા બાદ પોલીસે તેને ફરી ગોધરાથી પકડી પાડ્યો હતો. આ ઘટનામાં ફરજમાં બેદરકારી દાખવનાર ગોધરા રેલવે પોલીસના ASI ગિરવતસિંહ કેશરીસિંહ, પો.કો. વિરેન્દ્રસિંહ ચંપકસિંહ, ચિરાગ જીતેન્દ્રસિંહ અને હેડક્વાર્ટરના હે.કો. કમલેશ નાનુભાઇને રેલવે SP અભયસિંહ સોનીએ સસ્પેન્ડ કરી દીધા છે. બદામ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયો હતો.