મુંબઈથી આવતી ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મુંબઈથી આવતી ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Published on: 14th May, 2026

ભાવનગર પેરોલફર્લો સ્કવોડે બાતમીના આધારે સીદસર ચોકડી પાસે ટ્રાવેલ્સ બસ રોકી તપાસ કરતા પાછળની ડીકીમાંથી પ્લાસ્ટિકમાં વીંટાળેલા ૮ પાર્સલમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રૂપિયા ૬૩ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ બસના બે ડ્રાઈવર અને ક્લીનરની પૂછપરછ હાથ ધરી હતી.