હારીજ પાસે કાર-ટ્રક ટક્કરમાં ટ્રેક્ટર એજન્સી મેનેજરનું કરુણ મોત.
હારીજ પાસે કાર-ટ્રક ટક્કરમાં ટ્રેક્ટર એજન્સી મેનેજરનું કરુણ મોત.
Published on: 14th May, 2026

પાટણ નજીક હારીજ હાઈવે પર મોડી રાત્રે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. ટ્રેક્ટર એજન્સીના ટેરેટરી મેનેજર અભિષેક વર્માનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. કારના ફુરચા ઉડી ગયા હતા. મૃતદેહને કારમાંથી બહાર કાઢવા ભારે જહેમત કરવી પડી. ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ.