ધોલેરા SIR: 15 વર્ષ જૂનું જમીન સંપાદન, 5 વર્ષમાં સેમી-હાઈસ્પીડ ટ્રેન.
ધોલેરા SIR: 15 વર્ષ જૂનું જમીન સંપાદન, 5 વર્ષમાં સેમી-હાઈસ્પીડ ટ્રેન.
Published on: 14th May, 2026

ધોલેરા SIRમાં 15 વર્ષ પહેલાં થયેલા જમીન સંપાદનને કારણે હવે 5 વર્ષમાં સેમી-હાઈસ્પીડ ટ્રેન દોડશે. ₹20,667 કરોડનો 134 કિમી પ્રોજેક્ટ 2030-31 સુધીમાં પૂર્ણ થશે, જે અમદાવાદ, મુંબઈ અને ધોલેરા વચ્ચે હાઈ-સ્પીડ નેટવર્ક ઊભું કરશે. PM મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં અમદાવાદના સરખેજથી ધોલેરા વચ્ચે સેમી હાઈ-સ્પીડ ડબલ લાઈન રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. 134 કિલોમીટરનો અને રૂ. 20,667 કરોડનો આ પ્રોજેક્ટ વર્ષ 2030-31 સુધીમાં, અર્થાત 2036ની ઓલિમ્પિક પહેલાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.