ખંભાળિયા પાલિકા કચેરીમાં ચીફ ઓફિસરની ચેમ્બર પાસે મૃત શ્વાન લટકાવ્યું
ખંભાળિયા પાલિકા કચેરીમાં ચીફ ઓફિસરની ચેમ્બર પાસે મૃત શ્વાન લટકાવ્યું
Published on: 09th October, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકા કચેરીમાં એક અત્યંત નિંદનીય બનાવ બન્યો છે. અજાણ્યા શખસોએ ચીફ ઓફિસરની ચેમ્બર પાસે મૃત શ્વાન લટકાવ્યું હતું અને પ્રમુખની કેબિન તથા અન્ય વિભાગોની બહાર મરેલાં માછલાં ફેંક્યા હતા. આ ઘટના ગુરુવારે સવારે કચેરી ખુલતાં જ સામે આવી હતી, જેના કારણે તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી અને કર્મચારીઓ તથા અરજદારોને હાલાકી ભોગવવી પડી હતી. સફાઈ કામદારોના આંદોલનને બદનામ કરવા માટે આ ષડયંત્ર હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ ચકાસી તપાસ હાથ ધરી છે.