વડોદરાની ગોરવા ફેક્ટરીની ચોર પકડાયો
વડોદરાની ગોરવા ફેક્ટરીની ચોર પકડાયો
Published on: 29th July, 2026

ગોરવા ફેક્ટરીમાંથી ચોરી કરનાર એક રીઢા ગુનેગાર અને તેના સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. પોલીસે ખાસવાડી સ્મશાન પાસે બાઇક પર જતાં દિવ્યાંગ ઉર્ફે નાનુ વિરબહાદૂર રાણા અને તેના સાગરીત અંકિત વિભાકર સેલાતને અટકાવ્યા હતા. તેમની પાસેથી કેમેરાના પાર્ટ્સ અને અન્ય સાધનો મળી આવતાં વધુ તપાસ કરાઇ. તેમણે ગોરવા બીઆઇડીસીની બંધ ફેક્ટરીના પતરાં તોડી પિત્તળના બુસ, કેમેરા સહિતની ચીજો ચોરી હોવાનું બહાર આવ્યું. પોલીસે ૨.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.