પંચમહાલમાં સાપના ડંખે 60 વર્ષીય વૃદ્ધનો જીવ લીધો
પંચમહાલમાં સાપના ડંખે 60 વર્ષીય વૃદ્ધનો જીવ લીધો
Published on: 29th July, 2026

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઝોઝ ગામમાં 60 વર્ષીય રંગીતભાઈ ફતાભાઈ પગીનું સાપ કરડવાથી દુઃખદ અવસાન થયું છે. પોતાના ઘરની અંદર કામ કરતી વખતે ઝેરી સાપે તેમને ડંખ માર્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી ગોધરા હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ તબીબોના પ્રયાસો છતાં તેમનું મોત નીપજ્યું. આ અણધારી ઘટનાથી પરિવાર અને ગામમાં શોક છવાયો છે.