હાર્દિક પટેલે ખેડૂતોના પાક નુકશાન માટે મુખ્યમંત્રીને લખ્યો પત્ર!
હાર્દિક પટેલે ખેડૂતોના પાક નુકશાન માટે મુખ્યમંત્રીને લખ્યો પત્ર!
Published on: 29th July, 2026

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને અતિવૃષ્ટિ અને પૂરના કારણે થયેલ પાક નુકશાની અંગે તાત્કાલિક પાક સર્વે અને રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. ભારે વરસાદથી ખેતીની જમીનો, ઉભા પાક, ઘરો અને જાહેર મિલકતોને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે. ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ અને શ્રમિક વર્ગ ગંભીર આર્થિક સંકટમાં છે. હાર્દિક પટેલે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, ખેડૂતોને ઉદાર વળતર, બિયારણ સહાય, નાના વેપારીઓને આર્થિક મદદ, આરોગ્ય સુવિધાઓ અને જાહેર સુવિધાઓના પુનઃસ્થાપનની પણ રજૂઆત કરી છે.