બે વર્ષથી ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
બે વર્ષથી ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
Published on: 29th July, 2026

જામનગર શહેરમાં બે વર્ષ પહેલાં ગુમ થયેલા યુવાનના પ્રકરણમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસ મુજબ, મૃતકની પત્ની પૃથ્વી માવદીયા અને તેના પ્રેમી નિલેશ કછેટીયાએ મળીને આયોજનપૂર્વક જીગ્નેશની હત્યા કરી હતી. દારૂમાં સાયનાઇડ ભેળવીને તેને પીવડાવી દેવાયો હતો. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને દરેડ વિસ્તારમાં આવેલા કારખાનામાં 12 થી 15 ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવાયો હતો. પત્નીએ પરિવારજનોને બે વર્ષ સુધી ગેરમાર્ગે દોરી હતી. પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.