ગુજરાતમાં 31 જુલાઇએ 8 જિલ્લામાં રેડ એલર્ટ, પૂરના સંકટ અંગે તંત્ર સજ્જ
ગુજરાતમાં 31 જુલાઇએ 8 જિલ્લામાં રેડ એલર્ટ, પૂરના સંકટ અંગે તંત્ર સજ્જ
Published on: 29th July, 2026

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની આગાહીને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. 31 જુલાઈના રોજ અમદાવાદ, સુરત સહિત 8 જિલ્લાઓમાં ભારે વરસાદના રેડ એલર્ટને ધ્યાને રાખીને ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક યોજાઈ હતી. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં તમામ વિભાગોને એલર્ટ રહીને બચાવ કામગીરી માટે સાધનો અને ટીમોનું મેપિંગ કરવા સૂચના અપાઈ છે. 31 જુલાઇએ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.