વડોદરાના બિલ્ડર સાથે ભરૃચના દંપતી દ્વારા કેફે ફ્રેન્ચાઇઝીના નામે રૂ. ૧૨.૫૦ લાખની ઠગાઇ
વડોદરાના બિલ્ડર સાથે ભરૃચના દંપતી દ્વારા કેફે ફ્રેન્ચાઇઝીના નામે રૂ. ૧૨.૫૦ લાખની ઠગાઇ
Published on: 08th October, 2026

વડોદરાના એક બિલ્ડરે ભરૃચના દંપતી સામે કલાલી વિસ્તારમાં વર્ધ્યાન કેફેની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને રૂ. ૧૨.૫૦ લાખ પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી હેમલ કિશોર મુન્શીએ જણાવ્યું કે, ૧૦ મહિના પહેલા કેફેમાં હર્ષ પટેલ મારફતે તેઓ સૌરભરાવ અને વૈભવી શેરે સંપર્કમાં આવ્યા હતા. તેમણે કલાલીમાં દુકાનમાં કેફે ખોલવા માટે ફર્નિચર અને માણસો પૂરા પાડવાના બદલામાં ૧૨.૫૦ લાખ રૂપિયા લીધા હતા. કરાર મુજબ ૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ કેફે શરૂ થયું, પરંતુ માત્ર એક મહિનામાં જ ૨૨ મેના રોજ કેફે બંધ કરી દેવાયું અને માણસો હટાવી લેવાયા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.