ઓનલાઈન શોપિંગ એપમાંથી સામાન રિટર્ન કરવામાં 89,999 નો ચૂનો
ઓનલાઈન શોપિંગ એપમાંથી સામાન રિટર્ન કરવામાં 89,999 નો ચૂનો
Published on: 09th October, 2026

વડોદરામાં ઓનલાઈન શોપિંગ એપ પરથી મંગાવેલ સામાન રિટર્ન કરવાની પ્રક્રિયામાં એક વ્યક્તિ સાથે 89,999 રૂપિયાની છેતરપિંડી થઈ છે. ફરિયાદી ધુરંધરસિંગ રાજબલમસિંગે મીશો એપ પરથી પાણીનો જગ રિટર્ન કરવા ગુગલ પરથી કસ્ટમર કેરનો નંબર શોધી સંપર્ક કર્યો હતો. અજાણ્યા શખ્સે પ્રોસેસના બહાને APK ફાઈલ/લિંક મોકલી, જે ડાઉનલોડ કરતા તેમનો ફોન હેક થયો. જોકે, OTP ન આપતા તેઓ બચી ગયા હતા, પરંતુ બાદમાં તેમના બેંક ખાતામાંથી બે ટ્રાન્ઝેક્શનમાં કુલ 89,999 રૂપિયા ઉપડી ગયા હતા. આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.