વિકાસના વર્ચ્યુઅલ વાયદાઓ અને બેરોજગારીની વરવી વાસ્તવિકતા
વિકાસના વર્ચ્યુઅલ વાયદાઓ અને બેરોજગારીની વરવી વાસ્તવિકતા
Published on: 31st January, 2026

ભારતીય અર્થતંત્રમાં તેજી હોવા છતાં, શહેરી બેરોજગારી દર લગભગ સાત ટકા છે, અને 18-30 વર્ષના યુવાનોમાં આ દર 12 ટકા છે. ઉચ્ચ શિક્ષણ મેળવેલા યુવાનોમાં પણ બેરોજગારી વધારે છે. માત્ર અમુક sectorsમાં વિકાસ અને GDPના આંકડા વધે છે, પરંતુ બેરોજગારી અને અસમાનતા પર ધ્યાન આપવામાં આવતું નથી. National Skill Development Corporationના અહેવાલ મુજબ, નોકરિયાત વસ્તી પાયાગત શિક્ષણ અને તાલીમથી વંચિત છે. તેથી, કંપનીઓ કુશળ ઉમેદવારોની અછત અનુભવે છે, જ્યારે યુવાનો બેરોજગાર રહે છે.