ઈ-માર્કેટપ્લેસ GeM પર ખરીદીનો આંકડો 4 લાખ કરોડને પાર
ઈ-માર્કેટપ્લેસ GeM પર ખરીદીનો આંકડો 4 લાખ કરોડને પાર
Published on: 06th February, 2026

સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM) દ્વારા માલ અને સેવાની ખરીદી રૂ. 4 લાખ કરોડને વટાવી ગઈ છે. મંત્રાલયો અને વિભાગો દ્વારા 50 લાખથી વધુ ખરીદી અને વેચાણના ઓર્ડર અપાયા છે. લગભગ 45 ટકા જાહેર ખરીદીના ઓર્ડર MSME ને અપાયા, જે 25 ટકાની ફરજિયાત જરૂરિયાતથી વધુ છે.