રાજકોટ સમાચાર: વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, ખેતરમાં પાક નિષ્ફળ જવાની ભીતિ.
રાજકોટ સમાચાર: વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, ખેતરમાં પાક નિષ્ફળ જવાની ભીતિ.
Published on: 05th August, 2025

છેલ્લા ૧૦ દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. ચોમાસાની શરૂઆતમાં ખેડૂતોએ વાવેતર કર્યું પણ વરસાદ ખેંચાતા વાવણી નિષ્ફળ જવાની ભીતિ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના મગફળી, કપાસ, ડુંગળી પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે. જે ખેડૂતો પાસે પાણીની સગવડ છે તેમને સમસ્યા ઓછી છે. આગામી અઠવાડિયામાં સારો વરસાદ પડે તો પાક બચી શકે છે, નહીંતર નિષ્ફળ જવાની શક્યતાઓ છે.