ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની આફત: ઘઉં, બાજરો જેવા પાકને નુકસાન, ખેડૂતો ચિંતામાં.
ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની આફત: ઘઉં, બાજરો જેવા પાકને નુકસાન, ખેડૂતો ચિંતામાં.
Published on: 22nd March, 2026

ગુરૂવારે વાવાઝોડા સાથેના માવઠાથી ખેડૂતોના ઘઉં, બાજરો અને જુવાર જેવા તૈયાર પાકને ભારે નુકશાન થયું. ગારિયાધાર તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળીયો કુદરતે છીનવી લીધો હોય તેમ તૈયાર પાકોને નુકશાન થયું છે. રવિપાકોને નુકશાન થયું છે અને વેપારીઓને પણ માવઠાનો માર સહન કરવો પડ્યો છે.