દેવભૂમિ દુષ્કાળગ્રસ્ત જાહેર થવાની માંગ
દેવભૂમિ દુષ્કાળગ્રસ્ત જાહેર થવાની માંગ
Published on: 22nd August, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતો અને માલધારીઓની માંગ વચ્ચે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વરસાદની સ્થિતિ અંગે મહત્વની પ્રતિક્રિયા આપી છે. અલનીનોની અસરને કારણે વરસાદ નહીંવત થયો છે. તેમણે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી લોકોને મુશ્કેલી ન પડે તેવી આશા વ્યક્ત કરી, અને કહ્યું કે સરકાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. તેમણે દ્વારકા કોરિડોર અને ભાવનગર દારૂકાંડ અંગે પણ ચર્ચા કરી, તપાસ બાદ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી.