ખેડા જિલ્લા પંચાયતના કર્મચારીઓ 3 મહિનાથી પગારથી વંચિત, આર્થિક સ્થિતિ કફોડી.
ખેડા જિલ્લા પંચાયતના કર્મચારીઓ 3 મહિનાથી પગારથી વંચિત, આર્થિક સ્થિતિ કફોડી.
Published on: 22nd March, 2026

ખેડા જિલ્લા પંચાયતના કર્મચારીઓને વહીવટી શિથિલતાના કારણે 3 મહિનાથી પગાર મળ્યો નથી. સરકારી અને આઉટ સોર્સિંગના કર્મચારીઓની કફોડી સ્થિતિ થઈ છે. જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં ઉકેલ આવ્યો નથી, પરિણામે આંદોલનની ચીમકી આપવામાં આવી છે. કર્મચારીઓના આર્થિક વ્યવહારો ખોરવાયા છે અને પરિવારમાં અસંતોષ ફેલાયો છે.