કટુડાના ખેડૂતે 40 વિઘામાં અંજીરના 8000 રોપા વાવીને વાર્ષિક 3 કરોડની આવકનો અંદાજ મૂક્યો.
કટુડાના ખેડૂતે 40 વિઘામાં અંજીરના 8000 રોપા વાવીને વાર્ષિક 3 કરોડની આવકનો અંદાજ મૂક્યો.
Published on: 23rd July, 2025

સુરેન્દ્રનગરના કટુડા ગામના મિલન રાવલે 40 વિઘામાં અંજીરની ખેતી શરૂ કરી, જેમાંથી 3 કરોડની આવક થવાની સંભાવના છે. તેઓ પહેલા કપાસ, ઘઉં, અને જીરુંની ખેતી કરતા હતા. હવે તેઓ બાગાયતી ખેતી તરફ વળ્યા છે. આશરે 8000 રોપામાંથી 1.60 લાખ કિલો અંજીરનું ઉત્પાદન થશે, જેનો બજાર ભાવ રૂ. 200 પ્રતિ કિલો છે. "સાહસ કરે તેને સફળતા મળે" એ ઉક્તિ તેમણે સાર્થક કરી છે.