વેરાવળમાં "PM કિસાન ઉત્સવ દિવસ": ગીર સોમનાથના ખેડૂતોના ખાતામાં રૂ. 24.77 કરોડ જમા થશે.
વેરાવળમાં "PM કિસાન ઉત્સવ દિવસ": ગીર સોમનાથના ખેડૂતોના ખાતામાં રૂ. 24.77 કરોડ જમા થશે.
Published on: 02nd August, 2025

વેરાવળમાં મંત્રી ભાનુબહેન બાબરીયાના અધ્યક્ષસ્થાને "PM કિસાન ઉત્સવ દિવસ" યોજાયો. જેમાં વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં વારાણસી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂતોને 20મા હપ્તા સ્વરૂપે રૂ. 1118 કરોડથી વધુની રકમ DBT મારફતે અપાઈ. ગીર સોમનાથના 1,13,818 ખેડૂતોના ખાતામાં રૂ. 24.77 કરોડ જમા થયા. સમગ્ર રાજ્યમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત કક્ષાએ આયોજન થયું.