મગફળી પાકમાં રોગ વ્યવસ્થાપન માટે બનાસકાંઠા કૃષિ વિભાગની ખેડૂતોને માર્ગદર્શિકા: થડનો કોહવારો, ડોડવાનો સડો, સફેદ ફૂગ નિયંત્રણ અંગે સલાહ.
મગફળી પાકમાં રોગ વ્યવસ્થાપન માટે બનાસકાંઠા કૃષિ વિભાગની ખેડૂતોને માર્ગદર્શિકા: થડનો કોહવારો, ડોડવાનો સડો, સફેદ ફૂગ નિયંત્રણ અંગે સલાહ.
Published on: 29th July, 2025

બનાસકાંઠા ખેતીવાડી વિભાગ દ્વારા મગફળીના પાકમાં રોગ વ્યવસ્થાપન માટે માર્ગદર્શિકા જાહેર: થડનો કોહવારો, ડોડવાનો સડો, સફેદ ફૂગ નિયંત્રણ માટે ખેડૂતોને ટ્રાયકોડર્મા, લીમડાનું દ્રાવણ ઉપયોગ કરવા અને કીટનાશક દવાઓનો છંટકાવ કરવાની સલાહ અપાઈ. ડોડવાને ઈજા ન થાય તે જોવું, કાપણી વખતે ભેજની ઉણપ હોય તો પિયત આપવું અને ડોડવાને સુકવીને ભેજમુક્ત જગ્યાએ સંગ્રહ કરવો. વધુ ઉપદ્રવ માટે કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો.