પોરબંદરમાં સિમલાના સફરજનની આવક શરૂ
પોરબંદરમાં સિમલાના સફરજનની આવક શરૂ
Published on: 22nd August, 2026

પોરબંદરના ફળ બજારમાં સિમલા (હિમાચલ પ્રદેશ) થી નવી સિઝનના સફરજનની આવક શરૂ થતાં ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ વિદેશી સફરજનના ઊંચા ભાવ રૂ. 280-300 પ્રતિ કિલો હતા, જે હવે રૂ. 180-200 સુધી પહોંચ્યા છે. આ ભાવ ઘટાડાથી દર્દીઓ, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત મળી છે. સ્થાનિક વેપારીઓના મતે, સિમલાની આવક વધતાં ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.