કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશ : પતિ-પત્ની અને દિકરી, ભોળાનાથની કૃપાથી ઘરનો ચિરાગ બચી ગયો
Published on: 15th June, 2025
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથથી પાછા ફરતી વખતે ભીષણ હેલિકોપ્ટર ઘટનામાં એક દંપતિ અને તેમની બે વર્ષની દિકરીનું મૃત્યુ નિપજ્યું છે. પરંતું ભોળાનાથની કૃપાથી આ પરિવારનો ચિરાગ બચી ગયો. મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના વાનીથી આવેલા જયસ્વાલ પરિવારના રાજ કુમાર જયસ્વાલ, તેમની પત્ની શ્રદ્ધા જયસ્વાલ અને તેમની બે વર્ષની દિકરી કાશીનું આ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. આ ઘટનામાં પાયલોટ સહિત 7 લોકોના મોત થયા છે. પરંતું તેમનો છ વર્ષનો દિકરો વિવાન તેના દાદા સાથે પંધરકવડામાં રહેતો હોવાથી બચી ગયો.આ ઘટના રવિવારે સવારે લગભગ 5-19 વાગ્યે બની, જ્યારે આર્યન એવિેએશનનું હેલિકોપ્ટર ગુપ્તકાશી થી કેદારનાથ પહોંચ્યું અને પાછા ફરતી વખતે ગૌરીકુંડ અને સોનપ્રયાગ વચ્ચે જંગલમાં ક્રેશ થઈ ગયું. હેલિકોપ્ટરમાં સવાર સાત લોકોમાંથી 5 મુસાફરો, એક બાળક અને એક પાયલોટ હતો, જેમણે લગભગ 10 મિનિટની ઉડાન દરમિયાનમાં પોતાનો જીવ ગુમાવી દીધો. અધિકારીઓનું માનવું છે કે ખરાબ હવામાન અને ધુમ્મસને કારણે આ દુર્ઘટના ઘટી હતી. પાયલોટ કેપ્ટન રાજવીર સિંહ ચૌહાણ, જે જયપુરના શાસ્ત્રીનગરના રહેવાસી હતા અને 15 વર્ષ સુધી ભારતીય સેનામાં સેવા આપી ચૂક્યા છે. તેમની બે મહીનાના જુડવા બાળકોના પિતા થવાની ખબરે આ દુ:ખમાં વધારો કરી દીધો હતો.