Menu
Kutchમાં 2 દિવસમાં 5 ડમ્પર ઝડપાયા, 1.10 કરોડના મુદ્દામાલ સાથે બિનઅધિકૃત ખનીજ ચોરી સામે કાર્યવાહી
Kutchમાં 2 દિવસમાં 5 ડમ્પર ઝડપાયા, 1.10 કરોડના મુદ્દામાલ સાથે બિનઅધિકૃત ખનીજ ચોરી સામે કાર્યવાહી
Published on: 05th June, 2025

ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બની ખનીજ અને રેતીની ચોરી વધારી રહ્યા છે, જેસરકારના નાણાકીય નુકસાનનું કારણ બને છે. કચ્છ જીલ્લાના મુંદરા અને ભચાઉમાં ભૂસ્તર વિભાગની ટીમે તપાસ કરતા 2 રેતી ભરેલા અને 3 ચાઈનાક્લે ભરેલા ડમ્પર ઝડપ્યા. કુલ 1.10 કરોડ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે. ખનીજ ચોરી સામે કચ્છ કલેક્ટર IAS આનંદ પટેલની સૂચનામાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી સક્રિય છે. આરોપી સામે ગુજરાત મીનરલ રુલ્સ 2017 હેઠળ કડક પગલાં લેવામાં આવશે, જેનાથી ખનીજ માફિયાઓમાં ભય ફેલાયો છે.