Menu
પાલનપુર: દુષ્કર્મના આરોપી ડિફેન્સ એકેડેમી સંચાલકને દ્વારકાથી ઝડપી પાડવામાં આવ્યો
પાલનપુર: દુષ્કર્મના આરોપી ડિફેન્સ એકેડેમી સંચાલકને દ્વારકાથી ઝડપી પાડવામાં આવ્યો
Published on: 05th June, 2025

બનાસકાંઠાના પાલનપુરમાં લાઈફ ડિફેન્સ એકેડેમીના સંચાલક પ્રવીણ કાંગશીયાએ એક યુવતી પર દુષ્કર્મ કર્યું હતું યુવતી આ એકેડેમીમાં પોલીસ અને આર્મીની નોકરી માટે ટ્રેનિંગ માટે આવી હતી. સંચાલકે યુવતીને પાસ કરવા લાલચ આપી, પછી તેની સાથે દુષ્કર્મ અને બ્લેકમેલિંગ કર્યુ. યુવતીએ આ મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ આ પર છેડતી અને પોસ્કો જેવી ફરિયાદો પણ નોંધાઈ હતી. પોલીસે આરોપી પ્રવીણ કાંગશીયાને દ્વારકાથી ઝડપી કાર્યવાહી કરી છે.