Uttarakhand Cloudburst: મહાભારત યુગનું શિવ મંદિર ધરાલી દુર્ઘટનામાં દટાયું.
Uttarakhand Cloudburst: મહાભારત યુગનું શિવ મંદિર ધરાલી દુર્ઘટનામાં દટાયું.
Published on: 06th August, 2025

ધરાલીમાં 5 ઓગસ્ટની દુર્ઘટનાથી જનજીવન તબાહ થયું. શ્રાવણમાં રહસ્યમય શિવ મંદિર જમીનદોસ્ત થયું. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મંદિર મહાભારત યુગનું છે, જે 80 વર્ષ પહેલાં ખોદકામમાં મળ્યું હતું. આ કલ્પ કેદાર મંદિર ફરીવાર જમીનમાં સમાઈ ગયું. આ મંદિર પાંડવો સાથે જોડાયેલું છે અને તેની રચના ઘણા ખરા અંશે કેદારનાથ મંદિર જેવી જ છે. મંદિરની સ્થાપના વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે.