વિદેશમાં ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, નર્સની માંગ વધતાં ભારતમાં પાંચ વર્ષમાં સર્જાશે અછત
વિદેશમાં ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, નર્સની માંગ વધતાં ભારતમાં પાંચ વર્ષમાં સર્જાશે અછત
Published on: 03rd June, 2026

યુરોપ અને વિકસિત દેશોમાં વૃદ્ધ વસ્તી વધતાં અને જન્મદર ઘટતાં પ્લમ્બર્સ, ઇલેક્ટ્રિશિયન્સ, સુથાર અને નર્સોની માંગમાં ભારે વધારો થયો છે. આ દેશો ભારતીય કામદારોની આક્રમક ભરતી કરશે તેવી શક્યતા છે. આ કારણે, આગામી પાંચ વર્ષમાં ભારતમાં પણ આ બ્લુ કોલર કામદારોની અછત સર્જાશે તેવી આગાહી કેનેડા સ્થિત માઇક્રો ટ્રેન્ડસ રિસર્ચ ફર્મ પાઇન ટ્રીના સ્થાપક રિતેશ જૈને કરી છે. વૈશ્વિક શ્રમ બજારમાં વ્હાઇટ કોલર જોબ કરનારાઓની સરખામણીમાં બ્લુ કોલર કામદારોની અછત એક મોટું અસંતુલન દર્શાવે છે.