રૂપિયો બચાવવા ભારતે અબજો ડોલરનું સોનું વેચ્યું? જાણો RBIની સ્પષ્ટતા
રૂપિયો બચાવવા ભારતે અબજો ડોલરનું સોનું વેચ્યું? જાણો RBIની સ્પષ્ટતા
Published on: 03rd June, 2026

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વિદેશી હૂંડિયામણ ભંડાર (ફોરેક્સ રિઝર્વ) બચાવવા માટે 12 અબજ ડૉલરનું સોનું વેચ્યું છે તેવી અફવાઓનું RBIએ જોરદાર ખંડન કર્યું છે. કેન્દ્રીય બેંક દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આવા સમાચારો સંપૂર્ણપણે ખોટા અને નકલી છે. RBIએ ભારતના ગોલ્ડ રિઝર્વના આંકડા શેર કરતાં કહ્યું છે કે ગોલ્ડ રિઝર્વ સ્થિર જળવાઈ રહ્યું છે. લોકોને માત્ર RBI દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે.